૫૯ વર્ષના એક વ્યક્તિને છાતીમાં દુખાવો અને વધારે પડતું બ્લડપ્રેશર (૨૩૦/ ૧૧૦) રહેતું હોવાથી માવજત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઇકો અને હ્રદયની એન્જીયોગ્રાફી કરતાં હ્રદયમાં કોઈ તકલીફ ન હોય તેવું નિદાન થયું. તેથી ઇન્ટરવેંશનલ કાર્ડિયોલોજીસ્ટ એ કીડનીની નસોની એન્જીયોગ્રાફી કરવાનો નિર્ણય કર્યો. જેમાં ડાબી બાજુની કીડનીની મુખ્ય ધમનીમાં બ્લોક આવતા, તે નસમાં સ્ટેન્ટ મૂકી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. આ સમગ્ર જટિલ સારવાર “આયુષ્માન ભારત” યોજના અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવી.
આવી રીનલ એન્જીયોપ્લાસ્ટી જેવી જટિલ સારવાર પાલનપુર ખાતે કરવા બદલ માવજત હોસ્પિટલના તમામ સ્ટાફને ખુબ ખુબ અભિનંદન.
એક 25 વર્ષીય મહિલા દર્દી કે જેને આગળના દિવસે નોર્મલ ડિલિવરી થઈ હતી, તેઓ માવજત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ભારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી-ઉબકા જેવી તકલીફો સાથે આવેલ.
જેમના વધુ રિપોર્ટ જોતા ખ્યાલ આવેલ કે દર્દીના શ્વેતકણો(WBC) ખૂબ વધેલા હતા, તેમજ પ્લેટલેટ ખૂબ જ ઓછા હતા. તેઓને ભારે ચેપ(severe sepsis) હતો, જેની અસર કિડની, લીવર અને લોહી ગંઠાવવાની પ્રક્રિયા પર થયેલ હતી.
વધુ રિપોર્ટ કરતાં ખ્યાલ આવેલ કે દર્દીને ભારે ચેપ(severe sepsis) સાથે મલ્ટી ઓર્ગન ડીસ ફંક્શન સિન્ડ્રોમ MODS (એક કરતાં વધુ અંગોની કાર્યક્ષમતા પર અસર થયેલ) સાથે ડીસ સેમીનેટેડ ઇન્ટ્રા વ્હાસ્કુલર કોએન્ગ્યુલેશન(DIC) જણાયું.
આ દર્દીને ક્રિટિકલ કેર મેડિસિન નિષ્ણાંત ડો.કાર્ણીક મામતોરા દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી દર્દીને એન્ટીબાયોટિક્સ તેમજ લોહીની 10 બોટલો (6 પ્લેટલેટ બોટલ + ચાર પ્લાઝમા બોટલ) આપવામાં આવી. બીજા દિવસે દર્દીની કીડની સુધારવાની શરૂઆત થઈ, ચેપનું પ્રમાણ ઓછું થયું. ત્રીજા દિવસે દર્દીને ઉલ્ટી-ઉબકા બંધ થયા, તેમજ લીવર નો સોજો પણ ઓછો થયો સાથે સાથે લોહી ગંઠાવવાની પ્રક્રિયામાં પણ સુધારો થતાં, દર્દી યોગ્ય માત્રામાં ખોરાક લેતા થયા અને પાંચમા દિવસે દર્દીની પરિસ્થિતિ સુધરતા તેઓને આઈ. સી. યુ માંથી વોર્ડમાં લાવવામાં આવ્યા.
જ્યાં યોગ્ય સારવાર બાદ છઠ્ઠા દિવસે દર્દીને રજા આપવામાં આવી.
દર્દીને ઉચ્ચ જોખમમાંથી હેમખેમ સારું થતા દર્દીના સગાઓ એ સારવારના વારંવાર વખાણ કરી આભાર વ્યક્ત કર્યો.
પાલનપુર સ્થિત માવજત હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી ભારે ઉધરસ થી પીડાતા દિયોદર ગામના 45 વર્ષના દર્દીના જમણા ફેફસામાં ફસાયેલ કચુકાને ડો.દિવાક્ષ ઑઝા એ કાઢીને દર્દીને પીડા મુક્ત કર્યું.
માવજત હોસ્પિટલમાં કાર્યરત ફેફસાના નિષ્ણાંત ડો.દિવાક્ષ ઑઝા દ્વારા ફ્લેક્સિબલ વિડીયો બ્રોન્કોસ્કોપ ની મદદથી જમણા ફેફસાની શ્વાસ નળીમાં ઊંડા ઊતરી ગયેલ કચુકા ને બહાર કાઢવામાં આવ્યો હતો.
બ્રોન્કોસ્કોપીની આ પ્રક્રિયા દરમિયાન માવજત હોસ્પિટલમાં કાર્યરત ડો. ગૌરવ પટેલે દર્દીને એનેસ્થેસિયા આપી દર્દીના આરામ અને સલામતીની ખાતરી કરી મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. તથા ઓપરેશન થિયેટર ના સ્ટાફ સુરજ બોદાણા, નરેન્દ્રસિંહ, વિપુલ પરમાર, દશરથ ચૌધરી, અને સિરીન પરમાર ની સહાયથી આ જટીલ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.
ડો.દિવાક્ષ ઑઝાએ જણાવ્યું કે દર્દીએ ઉધરસ માટે જે સારવાર લીધી હતી તેનાથી આરામ ન પડતા ફિઝિશિયન ડોક્ટર દ્વારા દિયોદરમાં છાતીનો સીટી સ્કેન કરવામાં આવ્યો હતો જેમાં જમણા ફેફસાની શ્વાસ નળીમાં ફોરેન બોડી હોવાની આશંકા હતી જેથી દર્દીને માવજત હોસ્પિટલમાં ફેફસાના નિષ્ણાંત તબિબ પાસે મોકલવામાં આવ્યું હતું. લગભગ ૧ સે.મી ની આ ફોરેન બોડી (કચુકો) ને દર્દીના ફેફસામાંથી બહાર કાઢ્યા બાદ દર્દીની ઉધરસ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી અને દર્દીને સ્વસ્થ અવસ્થામાં રજા આપવામાં આવી હતી.
આ વિજય માત્ર તબીબો ની નીપુણતાનો જ નહીં પરંતુ માવજત હોસ્પિટલમાં દર્દીની સંભાળ માટેની અદ્યતન સુવિધાઓ અને પ્રતિબદ્ધતા ને પણ રેખાંકિત કરે છે.
કીડની શરીરનો ખુબ જ મહત્વનો અવયવ છે. કીડની શરીર માંથી ઝેરી દ્રવ્યો પેશાબ દ્વારા નિકાળી, શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે છે.
બંને કીડનીમાંથી પેશાબ બંને બાજુના યુરેટર (પેશાબની નળી) દ્વારા મૂત્રાશય (યુરીનરી બ્લેડર) માં આવે છે. અને ત્યાંથી મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે. આ પ્રણાલીમાંથી કોઇપણ જગ્યાએ અસાધારણતા થાય તો પેશાબ બીજી કોઈ જગ્યાથી લીક થઇ શકે છે.
માવજત હોસ્પિટલમાં ૩૯ વર્ષના એક સ્ત્રી આવ્યા જેમને યોનીમાર્ગથી પેશાબ લીક થવાની સમસ્યા હતી. દર્દીએ ગર્ભાશય નીકાળવાનું ઓપરેશન કરાવેલ હતું. ઓપરેશન પછી દર્દીને યોનિમાર્ગથી પેશાબ લીક થવાની સમસ્યા ચાલુ થઇ. દર્દીને આ સમસ્યાથી ઘણું માનસિક તાણ અને અસહજતા હતી. દર્દીએ ઘણી હોસ્પિટલ્સમાં આ સમસ્યાના નિદાન માટે મુલાકાત લીધી પરંતુ કોઈ રાહત થઇ નહી.
દર્દીએ જયારે માવજત હોસ્પિટલની મુલાકાત કરી તો યુરોલોજીસ્ટ ડો. હુસ્સૈન શેખ એ નિદાન કર્યું કે દર્દીને ડાબી બાજુના યુરેટર (પેશાબની નળી) અને યોનિમાર્ગ વચ્ચે જોડાણ (Uretero – Vaginal Fistula) થઇ ગયું છે. અને જેનાથી પેશાબ યોનિમાર્ગથી લીક થઇ રહ્યું હતું. દર્દીનું Ureteric Re-implantation નામનું ઓપરેશન કરવામાં આવ્યું જેમાં યુરેટરને યોનીમાર્ગથી અલગ કરીને મૂત્રાશય જોડે જોડી દેવામાં આવે છે.
આ સફળ ઓપરેશન પછી દર્દીને લાંબી પીડામાંથી કાયમી રાહત મળી. આ સમ્રગ ઓપરેશન આયુષ્માન ભારત યોજના (PMJAY) અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવ્યું.
આજના સમયમાં કીડનીનું કેન્સર ખુબ જ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ અત્યાધુનિક નિદાન પ્રક્રિયાઓના કારણે નિદાન પ્રારંભિક તબક્કામાં થઇ શકે છે અને ત્વરિત સારવારથી મોટી ક્ષતિ અને જીવનું જોખમ ટાળી શકાય છે.
માવજત હોસ્પિટલ ખાતે ૬૬ વર્ષના મહિલા કમરના દુખાવાની ફરિયાદ સાથે આવ્યા હતા. દર્દીને લાંબા સમયથી હાયપરટેન્શન (બ્લડ પ્રેશર)ની સમસ્યા હતી અને વજન થોડું વધારે હતું. નિદાન કરતાં, દર્દીને જમણી બાજુ રીનલ સેલ કેન્સર (કીડનીનું કેન્સર) હોવાનું માલુમ પડ્યું.
માવજત હોસ્પીટલના પ્રખ્યાત યુરોલોજીસ્ટ - ડો હુસ્સૈન શેખ એ રેડીકલ લેપ્રોસ્કોપીક નેફ્રેક્ટમી (દૂરબીનથી કેન્સર વાળી કીડની નીકાળવાનું ઓપરેશન) કરવાનું નક્કી કર્યું. આ જટિલ ઓપેરેશનના ૩ દિવસ બાદ દર્દીને સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી. આ સમગ્ર ઓપેરેશન આયુષ્માન ભારત (PMJAY) અંતર્ગત વિનામુલ્યે કરવામાં આવ્યું હતું.
આ રીતે ત્વરિત નિદાન અને ઝડપી સારવાર ઘણી ગંભીરતા અને જાનહાની બચાવી શકે છે.